Safari Super Quiz

₹ 450 / Piece

₹ 500

10%

Whatsapp
Facebook

Delivery Options

Get delivery at your doorstep


‘ક્વિઝ’ શબ્દની આગળ વિશેષણ ‘સુપર’ કેમ?

ક્વિઝ એક વાક્યની અને જવાબ એક શબ્દનો એવો ઢાંચો જરૂરી ખરો? માહિતી આપવી તો એ માત્ર આચમનીભર શા માટે? વિસ્તૃત અને વિસ્મયકારી માહિતીનો દરિયો ઠાલવી દીધો હોય તો કેમ? માહિતી અને મનોરંજન એમ બે શબ્દો જુદા બોલાય, પરંતુ માહિતી પોતે જ મનોરંજન કેમ ન બને?

આ ખ્યાલ સાથે કલમને જુદા ફાંટે વાળી. વિવિધ પ્રકારના વિષયો પર અને ઘણી વાર અમુક ચોક્કસ વિષય પર કેન્દ્રિત જે પણ પ્રશ્નરૂપી ક્વિઝ લખી તેમાં માહિતી ઠાંસોઠાંસ અને ક્વિઝના જવાબમાં પણ માહિતીની કસર નહિ. માહિતી પાછી એ કે જે વાચકને તાજ્જુબી વડે તરબોળ કરી દે.

આપણે knowledge is power એમ વખતોવખત સાંભળીએ, પરંતુ સામાન્ય જ્ઞાનનું પારખું કરતી અને ભેગાભેગ જવાબમાં નવું સામાન્ય જ્ઞાન પીરસતી ક્વિઝ વિશે ગુજરાતીમાં ઝાઝું સાહિત્ય નથી. લગભગ તો શૂન્યાવકાશ છે. આ પુસ્તક તે શૂન્યતાને કદાચ પૂરી દે, કારણ કે તેમાં આચરકૂચર નમકીનને બદલે ભર્યું ભાણું પીપાસુઓ સમક્ષ ધર્યું છે. વિવિધ પ્રકારના ૨૨ વિષયો અને દરેક વિષયને લગતી અવનવી બાર-પંદર ક્વિઝ ઉપરાંત ‘જનરલ નોલેજની સેલ્ફ-ટેસ્ટ’ નામે સાત પ્રકરણોમાં બીજી ડઝનબંધ ક્વિઝ અંતે જુમલાને આશરે ૩૦૦નો કરી દે છે.

Reviews and Ratings

StarStarStarStarStar
StarStarStarStarStar

No Customer Reviews

Share your thoughts with other customers